Events

Find Past Events

સી.એન.વિદ્યાવિહાર પરિસર પર વૃક્ષારોપણ

તા:૩.૮.૨૦૧૬ તા:૧૦.૮.૨૦૧૬
ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જીનીયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,સેકન્ડ એલાયન્સ ફાઉન્ડેશન,નવ ગુજરાત સમય અને રેડીઓ મિર્ચીના સહયોગથી સી.એન.વિદ્યાવિહારમાં આંબાના છોડ રોપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આ અભિયાન ‘ચાલો આંબાવાડીને આંબા આપીએ’ આંબાવાડીની પરંપરાગત ખોવાયેલી ભવ્ય ઓળખ પાછી અપાવવાનો હતો. પૂર્વ વિદ્યાર્થી સમીર શાહ, ધ્વનિત ઠાકર (રેડીઓ મિર્ચી) અને સી.એન.ના અન્ય પૂર્વ વિદ્યાર્થીઓ સાથે નિયામક શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, એલ્યુમનાઈ રિલેશન્સ ઓફિસર હેતલબેન ઉપાધ્યાય અને સી.એન. ની સંસ્થાઓના આચાર્યો/ નિયામકો હાજર રહ્યા હતા.
અન્ય પ્લાન્ટેશન નું અભિયાન પૂર્વ વિદ્યાર્થી શ્રી રજત પટેલ અને એમની બેચના અન્ય વિદ્યાર્થીઓ દ્વારા રોટરી કલબના સહયોગથી હાથ ધરવામાં આવ્યું હતું. તેનો હેતુ ચંદન બંગલાના નામે ઓળખાતા ઇન્દુમતીબેનના નિવાસસ્થાન એટલેકે શિશુવિહારમાં ચંદનના છોડ રોપવાનો હતો.રોટરી ક્લબના પ્રેસિડેન્ટ, નિયામક શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા , હેતલબેન ઉપાધ્યાય ,શિશુવિહારના આચાર્ય જાગૃતિબેન વ્યાસ ,વાલીઓ તેમજ બાળકોએ આમાં ભાગ લીધો હતો. શ્રી રજત પટેલે ૩૦૦ થી પણ વધારે છોડ સતત બીજા વર્ષે વિદ્યાવિહારને દાનમાં આપ્યા હતા.

Subscribe for a Newsletter