Events

Find Past Events

સી. એન. વિદ્યાલયને શ્રેષ્ઠ શાળા માટેનો રાજ્ય સરકારનો એવોર્ડ

તા.  જુન 22, ૨૦૧૫

રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે વર્ષ ૨૦૧૩-૧૪ નું શ્રેષ્ઠ શાળાનું પારિતોષિક સી.એન. વિદ્યાવિહાર ની શાળા સી. એન. વિદ્યાલયને ગુજરાત સરકાર તરફથી પ્રાપ્ત થયું છે. ગુજરાત રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળાઓની સ્પર્ધામાં સી.એન. વિદ્યાલયે જીલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી અને રૂા ૧ લાખનું ઇનામ મેળવ્યું હતું. આ શાળાને રાજ્ય કક્ષાએ પણ ગુજરાત રાજ્ય ની બધી શાળાઓમાંથી શ્રેષ્ઠ શાળા તરીકેનો એવોર્ડ અને રૂા ૫ લાખનું પ્રોત્સાહક ઇનામ પ્રાપ્ત થયું છે. ગુજરાત રાજ્યના શિક્ષણ નિયામક શ્રી મુકેશ કુમાર (IAS) ના હસ્તે ગાંધીનગર ખાતેના સમારંભમાં આ એવોર્ડ અને રૂા. ૫ લાખનો ચેક આચાર્યશ્રી અને વિદ્યાવિહાર ના નિયામક્શ્રીએ વિદ્યાવિહાર વતી સ્વીકાર્યો હતો.

Subscribe for a Newsletter