Events

Find Past Events

સી.એન.અંગ્રેજી માધ્યમનો LINE GLOBAL, USA ના સહયોગમાં Biodiversity Project

તા:૧૮.૩.૨૦૧૫
સ્થળ: સી.એન.અંગ્રેજી માધ્યમ હોલ
સી.એન.વિદ્યાવિહારના LINE GLOBAL, USA સાથેના જોડાણ અંતર્ગત સી.એન.વિદ્યાલય અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ Biodiversity Project તૈયાર કર્યો હતો અને તેઓ કોલંબિયા યુનીવર્સીટી ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વિચારોની પરસ્પર આપલે કરીને તેઓ સાથે જોડાયા હતા. પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓએ સંકુલ ઉપર વસતા -જંતુઓ ઉપર સંશોધન કરવાનું હતું. વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ માંટે ફોટા લીધા, જીવ-જંતુઓના નામ-રહેઠાણ વિષે માહિતી ભેગી કરી તેમના ખોરાક આયુષ્ય વિષે પણ સંશોધન કર્યું અને એક અહેવાલ બનાવ્યો હતો.
પ્રોજેક્ટ નું સંકલન Trinity School, USA ના Ms. Jennifer Donovan દ્વારા કરવામાં આવ્યું હતું. તેણીએ પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરી મંજુરી આપી હતી અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પ્રયત્નોની ખુબ સરાહના કરી હતી.

Subscribe for a Newsletter