સી.એન. અંગ્રેજી કેન્દ્રમાં થિયેટર વર્કશોપ
સી.એન. અંગ્રેજી કેન્દ્રમાં થિયેટર વર્કશોપ
તા: ૭.૧૧.૨૦૧૭
સી.એન. અંગ્રેજી કેન્દ્ર અને અસ્તિત્વ (સંસ્કાર રંગ ટોળી) ‘એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટસ’ મુંબઈના સહયોગમાં થિયેટર વર્કશોપ અંગ્રેજી કેન્દ્રનો વાર્ષિક ઉત્સવ યોજાઇ ગયો. આ પાછળનો મુખ્ય ઉદ્દેશ થિયેટર સ્કીલની સાથે જ બાળકોમાં સંસ્કાર સિંચન કરવાનું, શિસ્ત નું મહત્વ સમજાવવાનું તેમજ તેમની આસપાસ બનતા બનાવોથી માહિતગાર કરવાનું હતું.થિયેટર વર્કશોપ ભાષા શીખવા માટે એક વધારાની પ્રવૃતિ તરીકે શરૂ કરવામાં આવ્યો હતો, જે બાળકોને ખચકાટ વગર અંગ્રેજી બોલતા શીખવે છે ઉપરાંત જાહેરમાં બોલવું એ પણ એક કળા છે એ સમજાવે છે. આ વર્કશોપમાં ૨૭ વિદ્યાર્થિઓએ નાટક “Chill Pill, its no big deal “માં ભાગ લીધો હતો જેની રજૂઆત દિવાળી વેકેશનમાં થઈ હતી. આ ઉપરાંત અંગ્રેજી કેન્દ્રની એક્સ્ટ્રા બેચમાં ભણતા વિદ્યાર્થીઓએ “India and its diversified culture”પર વિશેષ રજૂઆત કરી હતી.