Events

Find Past Events

સી.એન. અંગ્રેજી કેન્દ્રનો અધ્યયન શિબિર

મે ૨૦૧૬ સ્થળ: સી.એન.અંગ્રેજી કેન્દ્ર

સી.એન. અંગ્રેજી કેન્દ્ર દ્વારા અમદાવાદ ગ્રામ્ય ક્ષેત્રની શાળાના વિદ્યાર્થીઓ માટે એક માસ લાંબા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના ડીસ્ટ્રીકટ ડેવેલપમેન્ટ ઓફિસર કુ. ભાર્ગવી દવેએ આરંભેલ નવા પ્રકલ્પના પરિણામેં આ આયોજન થયુ હતું. આનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષામાં કુશળતાપૂર્વક વ્યવહાર કરી શકે તે હતો. ચારેય કૌશલ્ય જેવાકે બોલચાલ, શ્રવણ, વાંચન અને લેખનને આ શિબિર દરમ્યાન સમગ્ર વ્યવહારિક કૌશલ્યને મહત્વ આપી આવરી લેવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓને અમુક પ્રોજેક્ટ વર્ક સાથે જેતે વિષયને અનુલક્ષીને પ્રેક્ટિસ કરવા સાધન સામગ્રી પુરી પાડવામાં આવી હતી.

સમગ્ર પ્રોગ્રામને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો હતો કે સહભાગી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય.અંગ્રજી ભાષાની સાથે વિદ્યાર્થીઓને કમ્પ્યુટર પ્રેઝન્ટેશન, રોલ પ્લેયસ પ્રોજેક્ટ વર્ક માટે પણ તાલીમ અપાઈ હતી.
વિદ્યાર્થીઓને રોજ એક કલાકની કમ્પ્યુટરની તાલીમ આપવામાં આવતી હતી.તેઓને બેઝિક કમ્પ્યુટર સ્કિલ્સ જેવીકે Windows paint, Ms-Word, Ms-Excel and Ms-Power Point શીખવવામાં આવ્યુ હતું। Windows Paint Program અંતર્ગત તેઓએ કમ્પ્યુટરમાં પેઇન્ટ અને વિવિધ રચનાત્મક આર્ટવર્ક શીખ્યા હતા. Ms-Word માં તેઓ કેવી રીતે ટેક્સ્ટ અને પેરેગ્રાફને ફોર્મેટ કરી પત્ર કેવી રીતે લખાય તે શીખ્યા હતા. Ms-Excel Programમાં તેઓએ વિદ્યાર્થીઓની માર્કશીટ અને અને કેલેન્ડર બનાવ્યા હતા.અને તેઓ વિવિધ વિષયો પર Power Point Slide Presentation બનાવ્યા હતા.
બાળકના સામાજિક, સાંસ્કૃતિક, નૈતિક અને શારીરિક વિકાસ ને આ શિબિરમાં આવરી લેવાયા હતા.એક માસ લાંબી તાલીમ બાદ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેના પરિણામ રૂપે તેમને તેમના પ્રદર્શનના આધારે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

Subscribe for a Newsletter