Events

Find Past Events

શેઠ સી.એન.શિશુવિહારમાં જન્માષ્ટમીની ઉજવણી

શેઠ સી.એન.શિશુવિહારમાં જન્માષ્ટમીની ઉજવણી

તા:૧૦.૮.૨૦૧૭

શેઠ સી.એન.શિશુવિહારમાં તા:૧૦.૮.૨૦૧૭ના રોજ તેમના શિક્ષકોના માર્ગદર્શનમાં નાના ભૂલકાઓએ કૃષ્ણ જન્મની ઉજવણી ઉલ્લાસભેર કરી હતી.ભૂલકાઓ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં વિવિધ તહેવારોનું મહત્ત્વ સમજે અને તેઓમાં ધાર્મિક ભાવના જાગે તેવો આ પાછળનો હેતુ હતો. લગભગ ૧૨૩ જેટલા નાના ભૂલકાઓએસહેજ પણ‘સ્ટેજ ફિયર’ વગર પરંપરાગત પરિવેશમાં માખણની મટકી ફોડી તેમજ રાસ રમી આ તહેવારને સુંદર રીતે ઉજવ્યો હતો. આ પ્રસંગે વાલી મિત્રોએ હાજરી આપી અને આ ભૂલકાઓની પ્રસ્તુતિને આનંદથી વધાવીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

Subscribe for a Newsletter