શેઠ સી.એન. અંગ્રેજી માધ્યમ શાળા વાર્ષિકોત્સવ
શેઠ સી.એન. અંગ્રેજી માધ્યમ શાળા વાર્ષિકોત્સવ
શેઠ અંગ્રેજી માધ્યમ શાળાનો વાર્ષિકોત્સવ ‘યુનિટી ઇન ડાયવર્સિટી’ વિષય પર એની ભવ્યતા સાથે ઉજવાઇ ગયો. આ વખતના વાર્ષિકોત્સવનો વિષય ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યતાને સબંધિત હતો. જેમાં ભારતીય તહેવારો, સમૃદ્ધ સંસ્કૃતિ, રીતિ રિવાજો, વેશભૂષા,વિવિધ ભાષાઓ, પ્રકૃતિ સાથે તાદાત્મ્યતા વગેરેની ઝાંખી જોવા મળતી હતી. આનો હેતુ એ હતો કે આજની પેઢી વિવિધ માનવજાતિમાં રહેલી વૈવિધ્યતા પર ચિંતન કરે અને તમામ અવરોધો ને વીંધીને એકબીજાને સારી રીતે માનવીય અભિગમથી સમજે.