Events

Find Past Events

શિક્ષણ કૌશલ્ય સંવર્ધન શિબિર

તા: ૨.૫.૨૦૧૮ થી તા: ૪.૫.૨૦૧૮

શેઠ સી.એન. વિદ્યાવિહારની વિવિધ સંસ્થાઓના શિક્ષકો માટે ‘શિક્ષણ કૌશલ્ય સંવર્ધન શિબિર’નામે ત્રિદિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ ઉપસ્થિત રહીને વિદ્યાવિહારના શિક્ષકો સાથે વિચારોનું આદાન પ્રદાન તેમજ પ્રશ્નોત્તરી કરી હતી. આ શિબિરમાં ડો. ટી.એસ.જોષીએ (નિયામક GCERT)’શિક્ષકનું કર્તવ્ય, ડો. દિપુબા દેવડાએ (પૂર્વ વાઇસ ચાન્સેલર ઉ.ગુ.યુનિ.) ‘વર્ગખંડને જીવંત બનાવવો’ શ્રી રતિલાલ બોરીસાગરે (સાહિત્ત્યકાર) ‘શિક્ષણ પ્રક્રિયામાં ભાષાનું મહત્ત્વ ‘ ડો. મેઘાબેન ભટ્ટે ‘વિદ્યાર્થીઓને ઇનોવેશન માં પ્રોત્સાહન’‘ વિજ્ઞાન શિક્ષણ પ્રયોગ દ્વાર’ વિષયો પર વક્તવ્ય આપ્યું હતું, જેમના જ્ઞાનનો તમામ શિક્ષકોએ લાભ લીધો હતો.શિક્ષકો માટે આ એક મહત્ત્વનો અનુભવ રહ્યો હતો.

Subscribe for a Newsletter