Events

Find Past Events

વિલીબેન દીવાન ઓલ ગુજરાત ઇન્ટર સ્કૂલ એલોક્યુશન કોમ્પિટિશન ૨૦૧૭-૧૮

વિલીબેન દીવાન ઓલ ગુજરાત ઇન્ટર સ્કૂલ એલોક્યુશન કોમ્પિટિશન ૨૦૧૭-૧૮

૧૫.૧૧.૨૦૧૭

શેઠ સી.એન.વિદ્યાલયના વિદ્યાર્થીઓમાં અતિ પ્રિય એવા અંગ્રેજીનાપૂર્વ શિક્ષકા વિલીબેનદીવાનની સ્મૃતિમાં આ બહુ પ્રતિષ્ઠિત એવી સ્પર્ધાનું દર વર્ષે આયોજન થાય છે. આ વર્ષે  ગુજરાતમાંથી લગભગ ૨૫ શાળાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.સ્પર્ધાનો વિષય હતો: ‘Reservation for Women-will it be a Progressive or Regressive સ્ત્રીઓ માટે અનામત પ્રગતિકારક છે કે બિન પ્રગતિકારક? આ વિષય પર વિદ્યાર્થીઓએ ખુબજ મુક્ત રીતે પોતાના વિચારો રજૂ કર્યા હતા. અંગ્રેજી માધ્યમમાંથી નિત્યા બોથરાપ્રથમ તેમજ શાન શાહ દ્વિતીય વિજેતા ઘોષિત થયા હતા, તેમજ ગુજરાતી મધ્યમમાથી નીશી શાહ પ્રથમ અને પ્રેરણા શાહ દ્વિતીય વિજેતા ઘોષિત થયા હતા. આ સ્પર્ધામાં બહારના ત્રણ નિષ્ણાતોની જયુરીની સાથે શેઠ સી.એન. વિદ્યાવિહારના નિયામક ડો. કિરીટ જોષી, શેઠ સી.એન. અંગ્રેજી માધ્યમના નિયામક શ્રીમતી રીટા મુખર્જી ઉપસ્થિત રહ્યા હતા. ડો. કિરીટ જોષીએ  વિદ્યાર્થીઓને તેમના બાહોશ વિચારો અને તેની નીડર પ્રસ્તુતિ માટે અભિનંદન આપ્યા હતા. વિજેતાઓને રોકડ ઇનામો અને પ્રમાણપત્ર તેમજ અન્ય ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

Subscribe for a Newsletter