Events

Find Past Events

વિલિબેન દીવાન ઓલ ગુજરાત ઇન્ટર સ્કૂલ ઇંગ્લિશ એલોક્યુશન કોમ્પિટિશન-૨૦૧૮

વિલિબેન દીવાન ઓલ ગુજરાત ઇન્ટર સ્કૂલ ઇંગ્લિશ એલોક્યુશન કોમ્પિટિશન-૨૦૧૮
તા:૧૪.૮.૨૦૧૮

આ સ્પર્ધા શેઠ સી.એન.વિદ્યાલયના અંગ્રેજીના નિષ્ણાત અને વિદ્યાથીઓમાં અતિ પ્રિય એવા શિક્ષિકા વિલિબેન દીવાન ની સ્મૃતિમાં દર વર્ષે યોજાય છે. આ સ્પર્ધામાં આ વર્ષે “Importance of Sports in Education” વિષય રાખવામા આવ્યો હતો. જે અંતર્ગત ૨૫ થી વધારે શાળાના વિદ્યાર્થીઓએ ખુબજ તર્ક બદ્ધ રીતે શિક્ષણમા સ્પોર્ટ્સના મહત્વ વિષે રજૂઆત કરી હતી અને ઉત્તમ શિક્ષણની સાથે સ્વસ્થ અને તંદુરસ્ત શરીર માટે શિક્ષણમાં સ્પોર્ટ્સના મહત્વને સ્વીકાર્યું હતું. બહારના ત્રણ નિષ્ણાત સભ્યોની જ્યુરી દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાથી એમ અલગ અલગ પ્રથમ અને દ્વિતીય વિજેતાઓ ઘોષિત કરવામાં આવ્યા હતા. વિજેતાઓને રોકડ ઈનામ તેમજ પુસ્તકો અને સર્ટિફિકેટથી સન્માનવામાં આવ્યા હતા. તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. અંતમાં વિદ્યાવિહારના નિયામક ડો. કિરીટ જોષીએ તેમના પ્રેરણાત્મક સંબોધનમાં જણાવ્યુ હતું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શિક્ષણ ઉપરાંત અનેકવિધ પ્રવૃત્તિઓને સ્થાન હોવું જ જોઈએ અને તે માટે શાળા અને પરિવાર બંને પરસ્પર સમન્વયથી પ્રોત્સાહન પૂરું પાડી શકે છે.

Subscribe for a Newsletter