Events

Find Past Events

વિલિબેન દીવાન ઓલ ગુજરાત ઇન્ટર સ્કૂલ ઇંગ્લિશ એલોક્યુશન કોમ્પિટિશન ૨૦૧૯-૨૦

વિલિબેન દીવાન ઓલ ગુજરાત ઇન્ટર સ્કૂલ ઇંગ્લિશ એલોક્યુશન કોમ્પિટિશન ૨૦૧૯-૨૦
તા: ૩૦.૭.૨૦૧૯

શેઠ સી.એન.વિદ્યાવિહાર દ્વારા આ સ્પર્ધા શેઠ સી.એન.વિદ્યાલયના અંગ્રેજીના નિષ્ણાત અને વિદ્યાથીઓમાં અતિ પ્રિય એવા પૂર્વ શિક્ષિકા વિલિબેન દીવાનની સ્મૃતિમાં દર વર્ષે યોજાય છે. આ વર્ષે ‘The Need For Instant News Has Affected The Quality Of Journalism.” Your opinion.વિષય રાખવામા આવ્યો હતો. જેમા ગુજરાતની ૨૫ થી વધારે શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ઝડપી સમાચાર આપવાની હોડમાં પત્રકારીતાની ગુણવત્તા પર અસર જોવા મળે છે એ બાબત ખુબજ તર્ક બદ્ધ રીતેપોતાના વિચારો દ્વારા પોતાની સ્પીચમાં રજૂ કરી હતી. હાલની પેઢી ઝડપી સમાચાર મેળવવામાં સમાચાર સાચા છે કે નહીં તેની ચકાસણી કર્યા વગર ઘણી વખત ખોટા સમાચાર સોશિયલ મીડિયા દ્વારા ફેલાવે છે અને ઘણી વખત તેની સમાજ પર વિપરીત અસર પડે છે. વિદ્યાર્થીઓએ સમાચાર પત્રોનું પહેલા જેટલુજ મહત્વ આજે પણ છે તેમ જણાવ્યુ હતું, અને પત્રકારીત્વ એક ખુબ જ જવાબદારીનું કાર્ય છે જે સંપૂર્ણ રીતે સત્ય આધારિત હોવું જોઈએ, જેનો મનોરંજન પીરસવા કે સનસનાટી ફેલાવવા ઉપયોગ થવો ન જોઈએ. પત્રકારીત્વ હમેશ માટે તથ્ય આધારિત હોવું જોઈએ એ બાબત પર ભાર મૂક્યો હતો.

Subscribe for a Newsletter