Events

Find Past Events

વિદ્યાવિહારમાં EDCAMP

તા: ૨૦.૩.૨૦૧૫
એક મહત્ત્વ નો શૈક્ષણિક પ્રોગ્રામ-Edcamp સી.એન.વિદ્યાવિહારના યજમાન પદે યોજાઈ ગયો કે જેમાં ૭૮ શિક્ષણ શાસ્ત્રીઓ, શિક્ષણવિદ્દો , આચાર્યો તેમજ શિક્ષકોએ ભાગ લીધો હતો. Edcamp એ સી.એન.વિદ્યાલય અને LINE GLOBAL, USA નું સહિયારું અભિયાન હતું. સી.એન. દ્વારા યોજાયેલ આ પ્રકારનો પ્રથમ Camp હતો. LINE GLOBAL, USA થી આવેલ આઠ શિક્ષણવિદ્દોની ટીમ એ શિક્ષક ના શિક્ષણ માટે એક અનોખો નવતર પ્રયોગ હતો.અહી શિક્ષકો અને શિક્ષણવિદ્દો એ ભેગા મળીને એકજ મંચ ઉપર તેમના શિક્ષણ વિશેના વિચારો ,અનુભવો અને ફિલોસોફી પરસ્પર વહેચ્યા હતા.આ પ્રકાર નો કેમ્પ જે શિક્ષણવિદ્દો દ્વારા શિક્ષણવિદ્દો માટે યોજાયેલ કે જેમાં પ્રત્યેક ભાગ લેનાર સંકળાયેલ હોઈ સાચા અર્થમાં પરસ્પર સંવાદ સર્જાયો હતો શિક્ષકોમાં રહેલ આંતરિક કૌશલ્યો કે જે તેઓ એકબીજા પાસેથી શીખે છે તેની નોંધ લેવી, તેને વહેચવા અને તેને ઓળખવા એ ઉદ્દેશ હતો.

Edcamp દ્વારા શિક્ષકો ના શિક્ષણમાં ગુણવત્તા વધારવાની સી.એન. વિદ્યાવિહાર ની પ્રતિબદ્ધતા જોવા મળી હતી.

Subscribe for a Newsletter