Events

Find Past Events

વિદ્યાવિહારમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

વિદ્યાવિહારમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી
સ્વતંત્ર ભારતના 73માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી શેઠ સી.એન. વિદ્યાવિહાર પરિવાર દ્વારા ઉલ્લાસ ભર્યા વાતાવરણ વચ્ચે કરવામાં આવી. જેમાં વિદ્યાવિહારના ગૌરવ સમા પૂર્વ વિદ્યાર્થી અને અગ્રણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી હિમાંશુભાઈ શાહ ના હસ્તે ધ્વજારોહણ વિધિ કરવામાં આવી. આ પ્રસંગે ટ્રસ્ટી શ્રી એસ.કે.શાહ સાહેબ તેમજ વિદ્યાવિહારના પૂર્વ વિદ્યાર્થીઓ તથા વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી હિમાંશુભાઈએ પોતાના શાળાકીય દિવસોના સંસ્મરણો તાજા કર્યા હતા તેઓએ સંસ્થાના ટ્રસ્ટી શ્રી એસ.કે.શાહ સાહેબની દીર્ધ કાલીન સેવાઓઅને સસ્થા પ્રત્યેના તેમના સમર્પણ બદલ તેમનું સન્માન કરવા સાથે પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યું હતું, અને પોતાના જીવન ઘડતરમાં સંસ્થાના અમુલ્ય ફાળા ને યાદ કર્યો હતો.

Subscribe for a Newsletter