Events

Find Past Events

વિદ્યાવિહારમાં સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઊજવણી

વિદ્યાવિહારમાં સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઊજવણી

આઝાદીના અમૃત મહોત્સવની ઉલ્લાસભેર ઊજવણી વિદ્યાવિહારમાં પરંપરાગત રીતે કરવામાં આવી હતી. શાળામાં આવતા વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફની હાજરીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થી અને નામાંકિત ન્યૂરોલોજિસ્ટ ડૉ. નિતિશ વોરા આ પ્રસંગે મુખ્ય મહેમાન હતા અને એમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ડો. નિતિશ વોરાએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે શાળામાંથી મળેલ મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંસ્કાર ઘડતરતેમજ તે દ્વારા થયેલ સર્વાંગી વિકાસે તેમની કારકિર્દી અને જીવન ઘડતરમાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. આજના વિદ્યાર્થીઓને તેઓએ જણાવ્યુ હતુકે કઈક એવું કામ કરોકે શિક્ષણની સાથે સમાજને પણ મદદરૂપ થઈ શકો.

નિયામક ડૉ. વૈશાલીબહેને તેમના વક્તવ્યમાં જણાવ્યુ હતું કે આપણે ફક્ત એક દિવસ ઊજવણી કરી આઝાદીના લડવૈયાઓની કુરબાની ભૂલી જઈએ છીએ. તેઓએ બાળકોને જણાવ્યુ હતું કે મનમાં સતત એક ખેવના રાખો કે આપણે પણ આપણાં દેશ માટે કઈક કરવું છે પછી એ કોઈ પણ રીતે હોઇ શકે.મનમાં દેશદાઝની ભાવના અને સમગ્ર સમાજના કલ્યાણની ભાવના હોવી જરૂરી છે. જે વિદ્યાવિહારના વિદ્યાર્થીઓની લાક્ષણિકતા હોવી જોઈએ.
વિદ્યાર્થી વૃંદે સ્નેહરશ્મિ રચિત રચના ‘સ્વાધીન અમે’ ની સુંદર રજૂઆત કરી હતી. ઊપસ્થિત સહુ દ્વ્રારા રાષ્ટ્ર ગીત અને વંદે માતરમના ગાન સમયે સમગ્ર વાતાવરણ આઝાદીના અમૃત મહોત્સવની ઊજવણીમાં તરબોળ થઈ ગયું હતું.

Subscribe for a Newsletter