Events

Find Past Events

વિદ્યાવિહારમાં ગણતંત્ર દિવસની ઉજવણી

વિદ્યાવિહારમાં ગણતંત્ર દિવસની ઉજવણી

સ્વતંત્ર ભારતના ૭૦મા પ્રજાસત્તાક દિનની ઉજવણી વિદ્યાલયના પ્રાંગણમાં પરંપરાગત રીતે કરવામાં આવી.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી ડો. સમીર દાણી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આ પ્રસંગે તેમના પ્રેરક સંબોધનમા વિદ્યાવિહારના મૂલ્યનિષ્ઠ શિક્ષણનું તેમની સફળતામાં ઘણું મોટું પ્રદાન રહ્યું છે એમ જણાવ્યુ હતું.ઉપસ્થિત રહેલ અતિથિ શ્રી પિયુષભાઈ દેસાઇ (વાઘ બકરી ચહા ગ્રૂપ)એ પણ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું, અને વિદ્યાવિહારમાં ગાળેલા શાળાના દિવસોના સંસ્મરણો તાજા કર્યા હતા.
કાર્યક્રમની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ વિવિધ વેશભૂષા સાથે દેશ ભક્તિના ગીતો અને અંગ કરતબો પ્રસ્તુત કર્યા હતા. આ કાર્યક્રમમા બહોળી સંખ્યામાં વાલી ગણ, પૂર્વ વિદ્યાર્થીઓ અને કર્મચારી ગણ સહભાગી બન્યા હતા.

Subscribe for a Newsletter