વિદ્યાવિહારની સંસ્થાઓનો વિજ્ઞાન મેળો
વિજ્ઞાન મેળો
તા:૧૧.૮.૨૦૧૮
રાષ્ટ્રના મહાન વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઇની જન્મ શતાબ્દી વર્ષના પ્રારંભે શેઠ સી.એન.વિદ્યાવિહારની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલ વિજ્ઞાનના કાર્યાન્વિત મોડેલ ના પ્રદર્શનનું ઉદ્દઘાટન ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. પરિમલ ત્રિવેદીએ કર્યું અને ઈનામ વિતરણ કાર્યક્રમ સાલ ગ્રૂપ ઓફ એન્જીનિયરીંગના ચેર પર્સન ડો. રૂપેશ વસાણીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું. આ પ્રદર્શનની ૩૦૦૦ થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી.