Events

Find Past Events

વિદ્યાવિહારની સંસ્થાઓનો વિજ્ઞાન મેળો

તા:૧૨.૮.૨૦૧૭

આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વૈજ્ઞાનિક અને ગુજરાતનાં પનોતા પુત્ર ડો.વિક્રમ સારાભાઇના જન્મ દિન નિમિત્તે તા: ૧૨.૮.૨૦૧૭ ના રોજ વિદ્યાવિહારની બધીજ સંસ્થાઓનો સંયુક્ત વિજ્ઞાન મેળો યોજાઇ ગયો. આ કાર્યક્ર્મ્મમાં ડો. કનુભાઈ પટેલ અને સમારોહના અતિથિ વિશેષ તરીકે બાળકોમાં વિજ્ઞાન આત્મસાત કરનાર મિનળબેન સેન હાજર રહ્યા હતા. આ મેળામાં વિવિધ કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ નવતર પ્રયોગો રજૂ કર્યા હતા. કલા મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ કલા આધારિત સુંદર નમૂના રજૂ કર્યા હતા. આ વિદ્યાર્થીઓએ રેતીમાથી વિક્રમ સારાભાઇનું આબેહૂબ શિલ્પ બનાવ્યું હતું જે ખુબજ પ્રસંશા પામ્યું હતું. વિદ્યાર્થીઓએ તેમજ વાલીઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું.

સંસ્થાના ટ્રસ્ટી શ્રી કર્તિકેય સારાભાઈએ ઉપસ્થિત રહીને વિક્રમભાઈના વિજ્ઞાન પ્રત્યેના પ્રેમ અને બાળકોમાં વિજ્ઞાનની અભિરુચિ કેળવાય તથા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગરુકતા આવે તે બાબત સુંદર ઉદાહરણ દ્વારા સમજાવી વિદ્યાર્થીઓની આ પ્રવૃત્તિને બિરદાવી હતી.

Subscribe for a Newsletter