Events

Find Past Events

વિકાસ ની વસંત- વિદ્યાવિહારમાં પૂર્વ વિદ્યાર્થીની ડો. રાજલ ઠાકર દ્વારા વ્યાખ્યાન

તા: 6 થી 8 ઓગસ્ટ
સ્થળ: વિદ્યાલય સંસ્કાર ખંડ
ધોરણ 6 થી 8 ની વિદ્યાર્થીઓને તરુણાવસ્થા માં થતી મુંજવણો અને તેને લગતી સમસ્યાઓ બાબતે સ્પષ્ટતા અને ઉકેલ અંગે પૂર્વ વિદ્યાર્થીની ડો. રાજલ ઠાકરે વ્યાખ્યાન આપ્યું હતું. લગભગ 275 તરુણીઓએ આ માહિતીપ્રદ વ્યાખ્યાનનો દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા લાભ મેળવ્યો હતો.
Gynecologist ડો. રાજલ ઠાકર હાલમાં Shri N.H.L. Municipal Medical College, Sheth V.S.Hospital સાથે સંકળાયેલા છે. તેમણે ભારતના જુદા જુદા સ્થળોએ લગભગ 50 હજiર તરુણ તરુણીઓને તેમના આ Adolescent Health-Nutrition Education Program હેઠળ આવરી લીધા છે. ‘તરુણાવસ્થા માં સ્વાસ્થ્ય’ પરની તેમની કામગીરી માટે અમદાવાદ મીરર દ્વારા અમદાવાદ ના હીરો તરીકેનું નામાંકન તેઓએ મેળવેલ છે. તેમની Breast Feeding વિડીઓ ને આંતરરાષ્ટ્રીય ઇનામ પ્રાપ્ત થયેલ છે.

Subscribe for a Newsletter