Events

Find Past Events

માતૃભાષા દિવસ

માતૃભાષા દિવસ
તા: ૨૪.૮.૨૦૨૧ સ્થળ : શેઠ સી.એન. ડી.એલ.એડ. કોલેજ (પી.ટી.સી.કોલેજ)

શેઠ સી.એન. વિદ્યાવિહાર દ્વારા ૨૪ઓગષ્ટ ૨૦૨૧ વીરનર્મદ જન્મજયંતિ – ગુજરાતી માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં સંસ્થાના નિયામક ડૉ. વૈશાલી શાહે મહેમાનશ્રીનો પરિચય આપી પ્રસંગોચિત આજના દિન વિષે પ્રાસ્તાવિક માહિતી આપી.ડૉ. વૈશાલી શાહે માતૃભાષા ગુજરાતીના જતન અને સંવર્ધન માટે પ્રતિબદ્ધ અને સતત સક્રિય છે.

મુખ્ય મહેમાન તરીકે શ્રી રમેશભાઈ તન્ના પધાર્યા હતાં. તેઓએ પોતાના પ્રવચનમાં કવિવર નર્મદનું જીવન અને કવન તથા મા, માતૃભૂમિ અને માતૃભાષાના મહત્વ વિશે સદ્દષ્ટાંત સમજ આપી હતી. માતૃભાષા બાળક માતાના ગર્ભમાંથી શીખીને આવે છે. શિક્ષણમાં પરાયુ માધ્યમ ભણતરનો ભાર વધારે છે અને સ્વાદ ઘટાડે છે. માટે પ્રાથમિક શિક્ષણતો માતૃભાષામાં જ હોવું જોઈએ.શ્રી રમેશભાઈ તન્નાએ માતૃભાષા ગુજરાતીને ફરીથી કેવી રીતે ચેતનવંતી બનાવી શકાય તેની ચર્ચા કરી..

આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રી એસ.કે. શાહ, ડી.એલ.એડ. કોલેજ, કિશોર વિદ્યાલય અને બાલ વિદ્યાલયના આચાર્યો તેમજ શિક્ષકોએ હાજરી આપી હતી. ડી.એલ.એડ. કોલેજના તાલીમાર્થીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.


https://secureservercdn.net/198.71.233.189/xn7.f94.myftpupload.com/wp-content/uploads/2021/09/IMG-20210824-WA0060.jpg

Subscribe for a Newsletter