Events

Find Past Events

માણેકબા પારિતોષિક ૨૦૧૮

માણેકબા પારિતોષિક ૨૦૧૮
તા: ૨૦.૧૨.૨૦૧૮

કુલમાતા માણેકબા ચીમનલાલ શેઠની સ્મૃતિમાં વિદ્યાવિહારની સંસ્થાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮ નો માણેકબા પારિતોષિક વિતરણ સમારોહ તા: ૨૦.૧૨.૨૦૧૮ના રોજ સ્નેહરશ્મિ પ્રાર્થના મંદિરમાં યોજાઇ ગયો.
સમારોહમાં મુખ્ય મહેમાનપદે રાજ્યના અગ્રણી કેળવણીકાર શ્રી આર.સી.રાવલ તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રી આર.સી.પટેલ,જિલ્લા શિક્ષણાધિકારી , અમદાવાદ શહેર તેમજ ટ્રસ્ટી શ્રી એસ.કે.શાહ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરોક્ત મહેમાનશ્રીઓએ વિદ્યાર્થીઓને સંબોધતા અભિનંદન આપવા સાથે જણાવ્યુ કે યોગ્ય વાંચન અને યોગ્ય મિત્રો વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં ખુબજ મહત્વના છે. તેઆેઅે બાળકોના જીવન ઘડતરમાં મૂલ્ય વર્ધક વાર્તાઓ તેમજ પુસ્તકોને વ્યક્તિત્વ વિકાસમાં કેવી રીતે સાંકળી શકાય, પૂરક બનાવી શકાય અને તેમાં શિક્ષકો અને વાલીઓનો સહયોગ કેવો હોવો જોઈએ તે બાબતે પ્રેરક ઉદ્દબોધન કર્યું હતું.

Subscribe for a Newsletter