માણેકબા પારિતોષિક સમારંભ-સી.એન.વિદ્યાલય
માણેકબા પારિતોષિક સમારંભ-સી.એન.વિદ્યાલય
૨૪.૭.૨૦૧૮
દર વર્ષે વિદ્યાલયના મેઘાવી વિદ્યાર્થીઓના સન્માન અર્થે કુલમાતા માણેકબાની સ્મૃતિમાં યોજાતો “માણેકબા પારિતોષિક” વિતરણ સમારંભ તા: ૨૪.૭.૨૦૧૮ ના રોજ સ્નેહરશ્મિ પ્રાર્થના મંદિરમાં યોજાઇ ગયો.
આ સમારંભમાં અતિથિવિશેષ “નવગુજરાત સમયના “ તંત્રી અને બાહોશ પત્રકાર શ્રી અજયભાઈ ઉમટ ઉપસ્થિત રહ્યા હતા. તેઓનું વક્તવ્ય માત્ર વિદ્યાર્થીઓ માટેજ નહીં પરંતુ ઉપસ્થિત તમામ કર્મચારીઓ માટે પ્રેરક અને ઉત્સાહ વર્ધક રહ્યું હતું. આ વક્તવ્યમાં શિક્ષણ, માનવ ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને ફરજ પાલનનો ખુબજ સરળ ભાષામાં સમાવેશ થયો હતો.
સી.એન.વિદ્યાલયના ૬૭વિદ્યાર્થીઓને તેમના શ્રેષ્ઠ દેખાવ બદલ પ્રમાણ પત્રો તેમજ મેડલ્સ એનાયત કરવામાં આવ્યા હતા.