માણેકબા પારિતોષિક વિતરણ સમારોહ
“માણેકબા પારિતોષિક વિતરણ સમારોહ”
તા 6/9/19
શેઠ સી.એન. વિદ્યાવિહારના સ્થાપક કુલમાતા માણેકબાના વિચારો અને ધ્યેયોને અનુરૂપ વિદ્યાવિહારની વિવિધ સંસ્થાઓના મેઘાવી વિદ્યાર્થીઓને સન્માનવા સાથે પ્રોત્સાહિત કરવાના હેતુ થી વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટેનો “માણેકબા પારિતોષિક વિતરણસમારોહ” યોજાઇ ગયો. જેમાં અધ્યક્ષ સ્થાનેથી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનરના ચેરમેન શ્રી દિનેશ દાસા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે થતાં ઘડતર માટે સંસ્થાને અભિનંદન આપ્યા હતા સાથે વિદ્યાર્થીઓને સન્માનતા જણાવ્યુ હતું કે ભાવિ કારકિર્દીમાટે રસ અને રૂચિને ધ્યાનમાં લઈ ક્ષમતાને અનુરૂપ ઊંચો ગોલ રાખવો.