Events

Find Past Events

માણેકબા પારિતોષિક વર્ષ ૨૦૧૮-૧૯

માણેકબા પારિતોષિક વર્ષ ૨૦૧૮-૧૯
તા: ૦૩.૧૨.૨૦૧૯
વિદ્યાવિહારના વિદ્યાર્થીઓમાં તેમજ સમગ્ર સંકુલમાં માણેકબા તરીકે ઓળખાતા કુલમાતા માણેકબા ચીમનલાલ શેઠની સ્મૃતિમાં વિદ્યાવિહારની વિવિધ સંસ્થાઓના તેજસ્વી તારલાઓને સન્માનવા સાથે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ ના વર્ષનો માણેકબા પરિતોષિક વિતરણ સમારંભ તા: ૩.૧૨.૨૦૧૯ના રોજ યોજાઇ ગયો. સમારંભના મુખ્ય અતિથિ પદે ડો. કે.એસ.પુરોહિત(અગ્રણી ગેસ્ટ્રોલોજિસ્ટ) અને મુકેશભાઇ પટેલ (ઉદ્યોગપતિ, ભવાની ટ્રેક્ટર્સ)ઉપસ્થિત રહ્યા હતા.

બંને મહેમાનોએ સંસ્થાના સ્થાપકોની દ્રષ્ટિ અને સૂઝને બિરદાવવા સાથે જણાવ્યુ હતું કે ભારતીય સંસ્કૃતિના જતન સાથે બાળકોનો સર્વાંગી વિકાસ કરતી બહુ જૂજ સંસ્થાઓ રહી છે અને તે પૈકીની એક સંસ્થા શેઠ સી.એન.વિદ્યાવિહાર છે. વધુમાં ઉમેરેલ કે હમેશા રસ ધરાવતા વિષયમા જ ધ્યેય નક્કી કરીને ચોક્કસ આયોજન કરો જે સફળતાનો પાયો બની રહેશે.

Subscribe for a Newsletter