Events

Find Past Events

ભારતીય શાસ્ત્રીથ સંગીત કોન્સર્ટ-શ્વેતા ઝવેરી

તા: શનિવાર- ૪થી જાન્યુઆરી ૨૦૧૪
સમય: સવારે ૮-૩૦ કલાકે
સ્થળ : પ્રાર્થનામંદિર

શ્વેતા ઝવેરી ૧૯૮૦ બેચ ના વિધાલયના પૂર્વ વિધાર્થી કે જેઓએ ચી.ન.વિધાલયમાં ધોરણ-૫ થી ધોરણ-૯ સુઘી અભ્યાસ કર્યો હતો. તેઓ ચી.નં વિધાવિહારમાં વિધાલયના વિધાર્થીઓ સમક્ષ તેમની શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતી અર્થે ઊપસ્થિત
હતાં તેઓએ રાગ લલીતમાં બડા ખયાલ અને છોટા ખયાલ પ્રસ્તુત કર્યા હતાં. તેઓએ પોતે સ્વરબધ્ધ કરેલ મીરાબાઇનું ભજન રાગ મિશ્ર માંડમાં રજુ કર્યુ. તેઓએ ખાસ પ્રાર્થના મંદિર માના તેમના એક વિધાર્થી તરીકેના સંસ્મરણો તાજા
કર્યા હતા. તેમને સાંભળવા એ વિધાર્થીઓ માટે એક પ્રેરણાત્મક અનુભવ હતો.

હાલ કેલિફોર્નિયા અમેરિકા સ્થિત શ્વેતા ઝવેરી ૬ વર્ષની વયથી શાસ્ત્રીય સંગીત શીખી રહ્યા છે તેઓએ સંગીતની પ્રારંભિક તાલિમ પંડિત વિલાસરાવ ખાંડેકર પાસેથીલીધી. ૧૯૮૫ થી ૧૯૯૪ દરમિયાન સંગીત માર્તડ પંડિત જસરાજ પાસેથી
આગળ તાલીમ લીધી અને સ્વર સમ્રાટ શ્રી અલી અકબર ખાન પાસેથી થોડો સમય તાલીમ લીધી. શ્વેતા ઝવેરી એક સંગીતકાર અને ગાયિકા તરીકે પ્રસ્થાપિત થઇ ચુકેલ છે. તેમને સંગીતનો પાયારૂપ ગ્રેમી ઇન્ટરનેશનલ એવોર્ડ યુ.એસ.એ.માં એમની સીડી ‘આવિષ્કાર’ માટે મળેલ છે. આ એવાર્ડ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય શાસ્ત્રીય ગાયિકા બન્યા. તેઓ હિન્દી અને અંગ્રેજીમા કવિતાઓ લખે છે. તેઓએ પોતાના મૂળભૂત સંગીતના ધણા બધા આલ્બમ નામી બેનર દ્વારા બહાર પાડયા છે.

Subscribe for a Newsletter