પ્રજાસત્તાકદિનની ઉજવણી
રાષ્ટ્રના ૭૧મા પ્રજાસત્તાકદિનની ઉજવણી
શેઠ સી.એન. વિદ્યાવિહારમાં સ્વતંત્ર ભારતના ૭૧મા પ્રજાસત્તાક દિનની ઉજવણી પરંપરાગત રીતે ઉલ્લાસભેર કરવામાં આવી.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી અને અગ્રણી યુવા ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ શ્રી પરેશભાઈ વસાણી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમના પ્રેરક સંબોધનમા તેઓએ વિદ્યાવિહારમાં ગાળેલા શાળાના દિવસોના સંસ્મરણો તાજા કરવા સાથે વિદ્યાવિહારના મૂલ્યનિષ્ઠ શિક્ષણનું તેમની સફળતામાં ઘણું મોટું પ્રદાન રહ્યું છે એમ જણાવ્યુ હતું. રાષ્ટ્રની સ્વતંત્રતા પ્રાપ્તિના ઈતિહાસને યાદ કરવા સાથે ઉપસ્થિત નાગરિકોને પ્રજાસત્તાકદિનની શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સંસ્કૃતિને ઉજાગર કરતાં વિવિધ વેશભૂષા સાથે દેશ ભક્તિના ગીતો અને લોકગીતો પ્રસ્તુત કર્યા હતા. આ કાર્યક્રમમા બહોળી સંખ્યામાં વાલી ગણ, પૂર્વ વિદ્યાર્થીઓ અને કર્મચારી ગણ સહભાગી બન્યા હતા.