Events

Find Past Events

પૂર્વ વિદ્યાર્થી શ્રી અરવિંદ શાહનો કિશોર વિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે સંવાદ

તા: ૩૧.૧.૨૦૧૭ સ્થળ: કિશોર વિદ્યાલયની સાયન્સ ક્લબ

શ્રી અરવિંદ શાહ સી.એન.ના ૧૯૫૪ ની બેચના એક સક્રિય પૂર્વ વિદ્યાર્થીકે જેઓ USAમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે અને રત્ન ગ્લોબલ ફોઉંડેશન NGO ના ટ્રષ્ટી છે. રત્ન ગ્લોબલ ફોંઉન્ડેશન વિકાસશીલ દેશોમાં આતંકનો ભોગ બનેલાઓ માટે ધર્માદા પ્રવૃત્તિઓ જેવીકે શિક્ષણ,ભોજન,સ્વાસ્થ્ય,અને સર્જીકલ સર્વિસો સાથે સંકળાયેલ છે.અરવિંદભાઈએ સાયન્સના જુદા જુદા મોડેલો બનાવવા માટેની વિદ્યાર્થીઓની સમજ અને મોડેલ બનાવવામાં તેઓના નવતર પ્રયોગોથી પ્રભાવિત થયા.તેઓના નવતર મોડેલો જોયા. તેઓએ તેમણે ૧૫.૮.૧૯૪૭ સ્કૂલમાં ઉજવેલ પ્રથમ ધ્વજવંદનની વાતો બધા સાથે વહેંચી. મહાત્મા ગાંધી ના દુઃખદ નિધન પર અખંડ ૭૨ કલાક ચરખો કાંતવામાં આવ્યો હતો સી.એનમાં સૌ માટે આ એક અવિસ્મરણીય અનુભવ હતો.

Subscribe for a Newsletter