Events

Find Past Events

પૂર્વ વિદ્યાર્થી ધીરેન ગંજવાલા દ્વારા વિદ્યાલયમાં ૬ વર્કશોપની શૃંખલાનું સમાપન

ગૌરવશાળી જીવન જીવવાની જડીબુટ્ટી
તા: ૭.૯.૨૦૧૬ સ્થળ: સંસ્કાર હોલ

ગૌરવશાળી જીવન જીવવાની જડીબુટ્ટી’ ૬ વર્કશોપની શૃંખલા વિદ્યાલયમાં સમાપ્ત થઇ. આનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના આંતરિક કૌશલ્યો ને બહાર લાવી તેઓની આવડતને ખીલવી અને તેમને એક આદર્શ નાગરિક બનવા માટેનો રાહ ચીંધવાનો મુખ્ય હેતુ હતો.આ વર્કશોપમાં સમગ્ર વિશ્વના મુખ્ય પ્રસંગોની ચર્ચા કરવામાં આવી તેમજ નામાંકિત વ્યક્તિઓના જીવન પરના પ્રેરણાત્મક પ્રસંગો અને વાર્તાઓ ને દ્રશ્ય તેમજ શ્રાવ્ય માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવ્યા જીવનમાં તેઓને બનાવની સારી અને નરસી બાજુ વિષે ચર્ચા કરતા કરી તેમને આગળના જીવન માટે તૈયાર કરવા અને આગળ વધવા માટે તેમનામાં જીવન મૂલ્યો સ્થાપિત કરવા માટે આ સારી કામગીરી રહી.
મૂલ્યો જેવાકે બહાદુરી,પ્રામાણિકતા,સખત પરિશ્રમ,શિસ્ત,આત્મ-સંયમ,જિજ્ઞાસાવૃત્તિ,રચનાત્મકતા,ભવિષ્ય દ્રષ્ટિ,નમ્રતા,વ્યવહારિક જ્ઞાન વિગેરેની ચર્ચા વર્કશોપ દરમ્યાન કરવામાં આવી. વિદ્યાર્થીઓએ તેમના મત રજૂ કર્યાં અને પાવર ઓફ ગિવિંગ અને પોઝિટિવ થીંકીંગ અંગે તેમનો રસ જણાવ્યો.

Subscribe for a Newsletter