Events

Find Past Events

પૂર્વ વિદ્યાર્થીઓના Re-Union નું આયોજન

ડીસેમ્બર ૨૦૧૪ થી ફેબૃઆરી ૨૦૧૫ દરમ્યાન પૂર્વ વિદ્યાર્થીઓ ની ૧૯૬૫, ૧૯૬૬, ૧૯૭૨, ૧૯૭૯, ૧૯૮૦, ૧૯૮૧, ૧૯૮૨ અને ૧૯૯૦ એમ કુલ આઠ બેચેાના Re-Unions સ્નેહરશ્મિ પ્રાર્થના મંદિરમાં યોજાઈ ગયા. દેશ વિદેશથી લગભગ ૬૫૦ જેટલા પૂર્વ વિદ્યાર્થીઓએ તેમના મિત્રો સાથે તેમના શાળાના સંસ્મરણોને વાગોળ્યા હતા અને તેમનું જીવન ઘડનાર ગુરુજનોનું સન્માન કર્યું હતું.

૧૯૯૦ ની બેચના ૧૦૦ જેટલા પૂર્વ વિદ્યાર્થીઓએ તેમનું સિલ્વર જ્યુબીલી રીયુનિયન ઉજવ્યું હતું.

૧૯૬૫ અને ૧૯૬૬ની બેચના ગોલ્ડન જ્યુબીલી Re-Union દરમ્યાન ચાર પૂર્વ વિદ્યાર્થીઓએ વર્તમાન વિદ્યાર્થીઓને પ્રાર્થના મંદિરમાં સંબોધન કર્યું હતું.

1. સ્મૃતિ ડાગર:(President-Institution of Electronics & Telecommunication Engineers(India)
2. પ્રણવ મેહતા: (Chairman of National Solar Energy of India & Producer of the Vidyavihar Geeto CD’s)
3: જયશ્રી મેહતા: (Scientist associated with many National & International Organisations)
4: ડો. કિરણ માગીઆવાલા : (Mechanical & Aerospace Engineer, associated with CALTECH, JPL NASA & MIT-Harvard University)

Re-Union દરમ્યાન 1965 – 1966 બેચના લગભગ 80 જેટલા પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાવીહાર ગીતો અને રાષ્ટ્રીય ગીતો ના સમુહગાનથી સ્નેહરશ્મિ પ્રાર્થના મંદિર નું વાતાવરણ પુનર્જિવીત થયું હતું. અમુક સભ્યોએ શાળાના વિકાસ પ્રકલ્પો માટે યોગદાન આપવાની તેમની ઈચ્છા વ્યક્ત કરી હતી.

Alumni Relations Office (Central Office) તરફથી આ આયોજનને સફળ બનાવવા તમામ જરૂરી સહકાર આપવામાં આવ્યો હતો.

Subscribe for a Newsletter