Events

Find Past Events

પુસ્તક વિમોચન સમારંભ

પુસ્તક વિમોચન સમારંભ
તા: ૧૯.૬.૨૦૨૧

શેઠ ચી.ન. વિદ્યાવિહાર દ્વારા બે પુસ્તકો ૧) સંસ્થા પરિચય -૨૦૨૧ અને ૨) NEP -2020 Paths & Destination નું જાણીતા કેળવણીકાર ડોં. અરુણ દવેના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નિયામકશ્રી ડો. કિરીટ જોષીએ જણાવ્યુ હતું કે મૂલ્યવર્તી શિક્ષણ બાલ સંસ્કાર અને ઘડતરમાં શ્રેષ્ઠ તથા વિશ્વ ફલક પર ઉત્તમ શિક્ષણ માટે જાણીતી શાળા એટલે શેઠ ચી.ન. વિદ્યાવિહાર શેઠ ચી. ન. વિદ્યાવિહાર ૧૦૯ વર્ષથી પણ વધુ સમયથી ગાંધીજીએ દર્શાવેલ પાયાના મૂલ્યો સાથે બાળકોને શિક્ષણ પૂરું પાડે છે.
આ વિદ્યાવિહાર દ્વારા સંસ્થાના સ્થાપનાના ધ્યેયો, કાર્ય પ્રણાલી અને વિકાસ તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓની સિધ્ધી દર્શાવતી પુસ્તિકા સંસ્થા પરિચય-૨૦૨૧ તેમજ રાષ્ટ્રીય શિક્ષણની મહત્વની બાબતોને ધ્યાનમાં લઈ રાજ્ય તેમજ રાષ્ટ્રના વિવિધ કેળવણીકારોના શિક્ષણ વિશેના વ્યક્તિગત વિચારો ધરાવતા આર્ટિકલો સાથેનું પુસ્તક NEP -2020 Paths & Destination નું વિમોચન અગ્રણી કેળવણીકાર શ્રી અરુણ દવે દ્વારા કરવામાં આવ્યું હતું.
ડોં. અરુણ દવે એ જણાવ્યુ હતુકે શિક્ષણ તે સાધ્ય નહીં પરંતુ સાધન છે કમનસીબે આપણે શિક્ષણને સાધ્ય માની લીધેલ છે સાચું શિક્ષણ વિદ્યાર્થીને માનવ બનાવે છે, જીવન જીવતા શીખવાડે છે. શિક્ષણમાં કાલ્પનિક વાતો નહીં પરંતુ વાસ્તવિક વિચારો અને હકીકત હોવા જોઈએ. ૧૦૦ વર્ષ કરતાં વધુ વર્ષ પહેલા સ્થપાયેલી લોકભારતી સણોસરા કે શેઠ સી.એન.વિદ્યાવિહાર જેવી સંસ્થાઓની આધુનિક આવૃત્તિ એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦.
વર્ષો પહેલા સ્થપાયેલ આ સંસ્થાની કામગીરીને આજે પણ નવી શિક્ષણ પ્રણાલી સાથે અનુબંધ હોવાનું કેળવણીકાર તરીકે પોતાના વિચારોમાં ડોં. અરુણ દવેએ વ્યક્ત કર્યું હતું.

Subscribe for a Newsletter