Events

Find Past Events

પંડિત નયન ઘોષ ની સ્પીક્મેકે વ્યાખ્યાન પ્રસ્તુતિ

તા: ૩૧ જુલાઈ ૨૦૧૪
સ્થળ: સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટસ

જાણીતા તબલા અને દિગ્ગજ સિતાર વાદક પંડિત નયન ઘોષ દ્વારા સિતાર વાદનની પ્રસ્તુતિ સી.એન. ફાઈન આર્ટસ કોલેજ માં કરવામાં આવી હતી. દર્શકોમાં ફાઈન આર્ટ્સના વિદ્યાર્થીઓ ઉપરાંત કલાનીકેતાનમાં હાલમાં સંગીત શીખતા વિદ્યાર્થીઓ પણ હતા.અમુક હાઈસ્કુલના વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમ ને માણ્યો હતો.વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યા પછી પંડિતજીએ રાગ આહીર ભૈરવ પ્રસ્તુત કર્યો હતો. તેમણે પોતાની માન્યતા વિષે જણાવતા કહ્યું હતું કે બોલીવુડ નું સંગીત મનોરંજન ભલે પીરસે પરંતુ ભારતીય શાસ્ત્રીય સંગીત થી આત્મરંજન પ્રાપ્ત થાય છે.તેમણે તેમના પિતાના Encyclopaedia of Indian Music’ ના અધૂરા કાર્યને કઈ રીતે પૂરું કર્યુ તે જણાવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન દોરાયેલા ચિત્રો થી પંડિતજી પ્રભાવિત થયા હતા.

Subscribe for a Newsletter