Events

Find Past Events

નિવૃત થયેલ કર્મચારીઓનો સન્માન સમારંભ

નિવૃત થયેલ કર્મચારીઓનો સન્માન સમારંભ
તા:૨૧.૭.૨૦૧૮

વિદ્યાવિહારના વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં શૈક્ષણિક- બિન શૈક્ષણિક કર્મચારીઓને સન્માનવા માટેનો એક સમારંભ તા: ૨૧.૭.૨૦૧૮ ના રોજ યોજાઇ ગયો. તાલીમી વિદ્યાલય, બાલ વિદ્યાલય, કિશોર વિદ્યાલય, વિદ્યાલય, અંગ્રેજી કેન્દ્ર તેમજ ટેકનિકલ સેન્ટરમાથી કુલ ૧૩ કર્મચારીઓ નિવૃત્ત થયા હતા. જેમાં આચાર્ય, શિક્ષકો, વ્યાખ્યાતા, ટ્રેડ ઇન્સટ્રક્ટર, લેબ એટેન્ડન્ટ, ક્લાર્કો તેમજ હમાલ નો સમાવેશ છે.
આ સમારંભના અતિથિ પદે અગ્રણી કેળવણીકાર ડો. મોતીભાઈ પટેલ, ટ્રસ્ટીશ્રી એસ.કે.શાહ તેમજ વિદ્યાવિહારના નિયામક ડો. કિરીટ જોષી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમુક નિવૃત્ત થયેલ કર્મચારીઓએ પોતાના સંસ્થા સાથેના યાદગાર સંભારણા વાગોળ્યા હતા. અને તેમની સી.એન. સાથેની શિક્ષક તરીકેની યાત્રા માટે સંસ્થાના તેઓ આજીવન ઋણી રહેશે તેમ સ્વીકાર્યું હતું.
ડો. મોતીભાઈએ જણાવ્યુ હતુ કે દરેક વ્યક્તિએ નિવૃત થઈને પણ પ્રવૃત રહેવા સાથે પોતાની ક્ષમતાનો લાભ યોગ્ય વ્યક્તિકે સંસ્થાને આપતા રહેવું જોઈએ.

Subscribe for a Newsletter