Events

Find Past Events

નિવૃત્ત કાર્યકર્તાઓનો શુભેચ્છા સમારંભ

તા: ૩૦ જુન ૨૦૧૪
સ્થળ: પ્રાર્થના મંદિર
૩૦ જુન ૨૦૧૪ ના રોજ પ્રાર્થના મંદિરમાં ચી.ન. વિદ્યાવિહારના નિવૃત્ત શિક્ષકો અને કાર્યકર્તાઓનો અભિવાદન સમારંભ યોજાયો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ શ્રી રાજેન્દ્ર પટેલ અને પૂર્વ વિદ્યાર્થી અને વાઘબકરી ગ્રુપના ચેરમેન અને મેનેજીંગ ડીરેક્ટર શ્રી પીયુષ દેસાઈ, આ પ્રસંગે મુખ્ય અતિથિ હતા. શિક્ષકો અને મદદનીશ કર્મચારીઓ સાથે નિવૃત્ત કાર્યકર્તાઓ ને સન્માનવામાં આવ્યા હતા. નિવૃત્ત કાર્યકર્તાઓ ને સન્માનવા અને તેમને પ્રવૃત્તીમય ઉપાર્જનયુકત નિવૃત્ત જીવનની શુભેચ્છા પાઠવવાનો આ સમાંરભ વર્ષ દરમિયાન વિદ્યાવિહાર માં યોજાતા વાર્ષિક કાર્યક્રમોમાંનો એક કાર્યક્રમ છે. આ પ્રસંગે ૧૧ નિવૃત્ત કાર્યકર્તાઓ એ તેમની વિદ્યાવિહાર પરિસરની સુંદર યાદોને વાગોળી હતી.

Subscribe for a Newsletter