Events

Find Past Events

નિવૃત્ત કર્મચારીઓનો અભિવાદન સમારંભ

નિવૃત્ત કર્મચારીઓનો અભિવાદન સમારંભ
તા:૨૦.૭.૨૦૧૯

પોતાના કાર્યકાળ દરમ્યાન વિદ્યાવિહારના ધ્યેયોને ન્યાય આપવામાં પોતાની ક્ષમતાને અનુરૂપ પોતાની કક્ષાએ ઉત્તમ પ્રદાન કરનાર શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ માં વય નિવૃત્ત થતા શેઠ સી.એન.વિદ્યાવિહાર પરિવારના -શિક્ષકો, સેવકો, ક્લાર્ક જેવા ૧૨ કાર્યકરોનો વિદાય શુભેચ્છા સમારંભ સ્નેહરશ્મિ પ્રાર્થના મંદિરમાં તા: ૨૦.૭.૨૦૧૯ના રોજ પ્રો.ડો.અશોકભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઇ ગયો.

શ્રી અશોકભાઇ પટેલે કહયુકે શેઠ સી.એન.વિદ્યાવિહારનો સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં અમુલ્ય ફાળો રહ્યો છે. સંસ્થાની સુવાસ ફેલાવવામાં વિદ્યાવિહારના આ નિવૃત્ત સભ્યોએ પોતાની ક્ષમતાને અનુરૂપ પોતાની કક્ષાએથી વિશિષ્ટ પ્રદાન કરેલ છે. આ પ્રસંગે તેઓએ આ તમામ કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી અને તેઓને શેષ જીવન માટે યોગ્ય આયોજન કરી રચનાત્મક કાર્યોમાં પ્રવૃત્ત રહેવા સલાહ આપી હતી.

Subscribe for a Newsletter