Events

Find Past Events

દિવાળી ઉજવણી કાર્યક્રમ

વિદ્યાવિહારના વિદ્યાર્થીઓ દ્વારા જરૂરિયાતમંદ રાષ્ટ્રબંધુઓ સાથે દિવાળી ઉજવણી કાર્યક્રમ:
શેઠ સી.એન. વિદ્યાવિહાર દ્વારા જરૂરિયાતમંદ રાષ્ટ્રબંધુઓ સાથે દિવાળી ઉજવણી કાર્યક્રમ તા : ૨૫/૧૦/૨૦૧૯ ના રોજરાખવામા આવેલ હતો. સવારે ૭.૦૦ કલાકે વિદ્યાવિહારના જ જરૂરિયાત મંદ કર્મચારીઓને ટ્રસ્ટી શ્રી એસ.કે.શાહ સાહેબની હાજરીમાં વિદ્યાર્થીઓ દ્વારા વસ્ત્રો અને મીઠાઇઓ આપવા સાથે દિવાળીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

ત્યારબાદ પિરાણાની ઝૂપડપટ્ટી વિસ્તારના ૮૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ તેમ જ વાલીઓને મીઠાઇ તેમજ વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું અને પરસ્પર શુભેચ્છા પાઠવવા સાથે શિક્ષણના ધ્યેયોને મહત્તમ ન્યાય મળે તેવો સંવાદ વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓ સાથે કરવામાં આવ્યો.

સી.એન. વિદ્યાવિહારને અભિનંદન આપવા સાથે આ પ્રસંગે ઉપસ્થિતરાજ્યના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યુ કે ઉત્તમ કેળવણી કહી શકાય તેવા વિચારોના વાહક વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આ રચનાત્મક પ્રવૃતિએ મને આ કાર્યક્ર્મના સહભાગી બનવા માટે આકર્ષેલ છે.

Subscribe for a Newsletter