Events

Find Past Events

તરુણાવસ્થાની મૂંઝવણો

તરુણાવસ્થાની મૂંઝવણો
તા:૦૯.૦૯.૨૦૨૧

પૂર્વ વિદ્યાર્થિની ડૉ. રાજલ ઠાકર દ્વારા વિદ્યાલયની ધોરણ ૯ ની વિદ્યાર્થિનીઓ માટે એલ્યુમની રિલેશન્સ ઓફિસ – મધ્યસ્થ કાર્યાલય દ્વારા એક lecture -Presentationનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાલયના આચાર્ય શ્રી હિતેન્દ્ર ત્રિવેદી દ્વારા ડૉ. રાજલ ઠાકરનું આવકાર આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.
ડૉ. રાજલ ઠાકર જાણીતા ગાયનેકોલોજિસ્ટ છે. તેઓ SCL Hospital તેમજ NHL Medical College માં પ્રોફેસર છે, તેમજ Adolescent Health અંતર્ગત તેઓએ ભારતભરમાં ૧ લાખથી વધુ તરુણ અને તરુણીઓને માર્ગદર્શન આપ્યું છે. તેમના Presentation દ્વારા તેઓ તરુણાવસ્થાના સમયગાળામાં ઉદ્દભવતી મૂંઝવણો તેમજ સમસ્યાઓનું નિરાકરણ તેમજ સમજ આપે છે. તેઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઘણા એવોર્ડ મળેલા છે.

તેઓએ આજના lecture –Presentation માં તરુણાવસ્થાના સમયગાળામાં શરીરમાં થતા ફેરફારો, માનસિક ફેરફારો, સામાજિક ફેરફારો વગેરેની માહિતી આપી હતી. તેઓએ તરુણાવસ્થાના સમયગાળાથી પ્રૌઢાવસ્થા દરમ્યાન સ્ત્રીના શરીરમાં થતાં ફેરફારો તેમજ સમગ્ર શરીર રચનાની ઊંડાણપૂર્વક સમજ આપી હતી. વિદ્યાર્થિનીઓના સવાલો – મૂંઝવણોના તેઓએ જવાબ આપ્યા હતા. તેઓએ વિદ્યાર્થિનીઓને Self Defence માટે કરાટે કે ઝૂડો શીખવાનું કહ્યું હતું. વિદ્યાલયના શિક્ષિકા બહેનો, ઉપ આચાર્ય ડૉ. વિભા નાયક તેમજ એલ્યુમની રિલેશન્સ ઓફીસમાથી હેતલબહેને આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

Subscribe for a Newsletter