Events

Find Past Events

ડો. વિક્રમ સારાભાઈ પર બનેલ દસ્તાવેજી ફિલ્મની રજુઆત

મુખ્ય અતિથિ: ડો. પદ્મનાભ જોશી અતિથિ: પૂર્વ વિદ્યાર્થી ભાર્ગવ ઠક્કર
તા:૨૦.૮.૨૦૧૬ સ્થળ: સંસ્કાર હોલ

ડો. સારાભાઈ વૈજ્ઞાનિક અને ભારતીય સ્પેસ પ્રોગ્રામના પ્રણેતા ઉપર બનેલી દસ્તાવેજી ફિલ્મની રજુઆત વિદ્યાલયના વિદ્યાર્થીઓમાં Indian Space Science પ્રોગ્રામમાં રસ વિકસાવવા માટે કરવામાં આવી હતી. આ ફિલ્મ ડો. વિક્રમ સારાભાઈના Indian Space Science પ્રોગ્રામને આપેલ પ્રદાન અને વિજ્ઞાનના નવતર પ્રયોગો દ્વારા ભારતના સામાન્ય માનવી સુધી પહોંચવાની તેમની દૂરંદેશીને સમર્પિત હતી.તેઓ ચોક્કસપણે માનતા હતાકે દરેક શોધખોળ કે સંશોધન સામાન્ય માનવીને લાભકર્તા હોવું જોઈએ.

ડો. પદ્મનાભ જોશીએ વિદ્યાર્થીઓને સંબોધન કરતા તેમની ડો. વિક્રમ સારાભાઈ સાથેની યાદો વાગોળી હતી અને ડો. સારાભાઈ પરના ‘A Study on Innovative Leadership & Institutions Building’ તેમના સંશોધનની વાતો વહેંચી હતી.ફિલ્મ સી.એન. ના પૂર્વ વિદ્યાર્થી શ્રી ભાર્ગવ ઠક્કરે બનાવી હતી કે જેઓ ISRO સાથે પ્રોડ્યૂસર તરીકે 1983 થી 2013 સુધી સંકળાયેલા હતા.તેઓએ પણ વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક સંબોધન કર્યું હતું અને સી.એન.માં ગાળેલા શાળાના દિવસોની યાદોને તાજી કરી હતી.

Subscribe for a Newsletter