ડો. વિક્રમ સારાભાઇ જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી નિમિત્તે વિજ્ઞાન પ્રદર્શન
ડો. વિક્રમ સારાભાઇ જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી નિમિત્તે વિજ્ઞાન પ્રદર્શન
શેઠ સી.એન. વિદ્યાવિહારના પૂર્વ ટ્રસ્ટી, પદ્મ વિભૂષણ ડો. વિક્રમ સારાભાઇની જન્મ શતાબ્દી વર્ષ ઉજવણીના ભાગરૂપે તા: ૧૦.૮.૨૦૧૯ના રોજ સંસ્થા પરિવાર દ્વારા વિજ્ઞાન પ્રદર્શન યોજાઇ ગયું જેનું ઉદ્દઘાટન PRL ના ડાયરેક્ટર ડો. અનિલ ભારદ્વાજે કર્યું હતું. મુખ્ય મહેમાન તરીકે સંસ્થાના ગૌરવ સમા પૂર્વ વિદ્યાર્થિની ડો. અમીબેન પરીખ HOD.Medicine,વી.એસ. હોસ્પિટલ તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને સંસ્થાના ગૌરવ સમા પૂર્વ વિદ્યાર્થી ડો. તુષાર કાપડિયા,Paediatric ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રોજેકટમાં લગભગ ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પોતાના પ્રોજેકટો રજૂ કર્યા હતા. જેમાં સોલર ઉર્જા, જળ સંચય, ટ્રાફિક નિયમન, મૂન મિશન, સ્પેસ સાયન્સને લગતા પ્રયોગોએ વાલીઓનું ખાસ ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ વિજ્ઞાન પ્રદર્શનની સંસ્થાના વિદ્યાર્થી, વાલીઓ તેમજ પૂર્વ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં મુલાકાત લઈ વિદ્યાર્થીઓના વિજ્ઞાન સંશોધન વિષયક વિચારોને બિરદાવ્યા હતા.