Events

Find Past Events

ડો. દાઉદભાઈ ઘાંચી નું વ્યાખ્યાન

તા.૧૦.૧૦.૨૦૧૪
સ્થળ: વિદ્યાલય સંસ્કાર ખંડ

શિક્ષણવિદ્દ અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી ના પૂર્વ ઉપકુલપતિ ડો. દાઉદભાઈ ઘાંચી એ ‘૨૧ મી સદીના શિક્ષકમાં કૌશલ્યોની આવશ્યકતા’ વિષય ઉપર વિદ્યાલયના સંસ્કાર ખંડ માં વ્યાખ્યાન આપ્યું હતું. વિદ્યાવિહારની બધીજ સંસ્થાઓના આચાર્યો અને શિક્ષકોએ આ રસપ્રદ સંવાદ માં ભાગ લીધો હતો. આ વર્ષે વિશ્વ કવિ અને નાટ્યકાર શેક્સ્પિયર ની ૪૫૦મી જન્મ જયંતી ઉજવાઈ રહી છે. ડો. ઘાંચી સાહેબે શેક્સ્પિયર ના સાહિત્ય વિશ્વ ને ઉજાગર કરતુ રસપ્રદ વ્યાખ્યાન પણ પ્રસ્તુત કર્યું. તેમની પ્રસ્તુતિમાં એક આદર્શ શિક્ષકના દર્શન થયા.

Subscribe for a Newsletter