Events

Find Past Events

ગુજરાતી સાહિત્ય પરિસંવાદ

તા: ૨૭.૩.૨૦૧૬ સ્થળ: સી.એન.વિદ્યાલય સંસ્કાર હોલ

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર,ના સહયોગથી એક દિવસીય’ પરિસંવાદ’ સી.એન વિદ્યાવિહારમાં તા: ૨૭ માર્ચ ૨૦૧૬ના રોજ યોજાઈ ગયો. શ્રી હરીશભાઈ મીનાશ્રુ, શ્રી યોગેન્દ્રભાઈ વ્યાસ અને શ્રી અશોકભાઈ પટેલ મુખ્ય વક્તાઓ હતા.ટ્રષ્ટી શ્રી એસ.કે. શાહ અને નિયામક શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ પણ ભાગ લેનાર તાલીમાર્થીઓને સંબોધન કર્યું હતું.

શ્રી યોગેન્દ્ર વ્યાસે ગુજરાતી શીખવવાની પધ્ધતિ માટેના તેમના મંતવ્યો રજૂ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતુંકે વિદ્યાર્થી સંકોચ રાખ્યા વગર પ્રશ્નો પૂછવાનું શીખે એ અગત્યનું છે.શ્રી હરીશ મીનાશ્રુએ વિદ્યાર્થીઓને કાવ્ય કઈ રીતે શીખવવું એ સમજાવ્યું હતું.તેઓએ જણાવ્યું હતુંકે વિદ્યાર્થીઓ કાવ્યનો અર્થ સમજી તેમાં રસ લેતા થાય એ રીતે કાવ્યનો ભાવ વર્ણવવો જોઈએ. શ્રી અશોક પટેલે હાલના ચિત્ર મુજબ શાળામાં ગુજરાતી ભાષા શિક્ષકની પરિસ્થિતિ વિષે વાત કરી હતી.તેઓએ જણાવ્યું હતુંકે ગુજરાતી ભાષા રસપ્રદ રીતે શીખવાડવી જોઈએ કેમકે એ આપણી માતૃભાષા છે અને શિક્ષકોએ તેનું વ્યાકરણ તેના ઉકેલ સાથે શીખવવું જોઈએ.
નિયામક શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતુંકે આવનાર સમયમાં સી.એન. ગુજરાતી ભાષા સંવર્ધન અને તેને શિક્ષણ પદ્ધતિમાં મહત્વ આપવા માટેના અભિયાનમાં મોટા પાયે તેનો ફાળો યથાવત રાખશે.

Subscribe for a Newsletter