Events

Find Past Events

ગાંધીજીની સાર્ધ શતાબ્ધિની ઉજવણી

ગાંધીજીની સાર્ધ શતાબ્ધિની ઉજવણી

શેઠ સી.એન.વિદ્યાવિહાર પરિવાર દ્વારા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના ૧૫૦માં જન્મ જયંતિ વર્ષની ઉજવણીના ભાગ રૂપે આખા વર્ષ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ, નશાબંધીના કાર્યક્રમો,ગાંધીજીના વિચારોનું વહન,ગાંધીજીની ફિલોસોફીને અનુરૂપ શિક્ષણ વ્યવસ્થા, અર્થ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા,રાષ્ટ્રોત્થાનમાં મહત્વને અનુરૂપ શૈક્ષણિક કાર્યક્રમો,ચિત્રો,પોસ્ટર,શેરી નાટકો, રેલીઓ,વાચીકમ વગેરેના માધ્યમથી ગાંધીજીના વિચાર પરિવર્તન કરતાં પ્રેરક પ્રસંગોનું વિદ્યાર્થીઓ અને સમાજ સમક્ષ નિરૂપણ કરવું વગેરે કાર્યક્રમોને આવરી લેવામાં આવશે.
જે અંતર્ગત તા: ૨.૧૦.૨૦૧૮ ના રોજ રાજ્યનાનામી ક્લાકારોના સહયોગથી શેઠ સી.એન.ફાઇન આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ, અધ્યાપકો રાજકોટ રામકૃષ્ણઆશ્રમના પ્રેરક વ્યક્તિત્વ એવા ડો. ઘનશ્યામભાઈ ગઢવીના માર્ગદર્શન સાથે ગાંધીજીએ રાજકોટની જે આલ્ફ્રેડ સ્કૂલમાં અભ્યાસ કરેલો હતો તેજ સ્કૂલને સરકાર દ્વારા મ્યુઝિયમમાં રૂપાંતરિત કરાતા ગાંધીજીના ચરણ સ્પર્શ થયેલ ૧૬૫ વર્ષ જૂની લાદી એકત્રિત કરી તેના પર ગાંધીજીના વિચારો, તેમના જીવનના પ્રસંગોનું નિરૂપણ કરતાં ચિત્રોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં અગ્રણી સાહિત્યકાર પદ્મશ્રી ડો. રાજેન્દ્ર શુકલએ ઉપસ્થિત રહી સંસ્થાની ઉત્તમ કામગીરીને બિરદાવી હતી. ચિત્રાંકિત થયેલ આ ટાઈલ્સોનું કોઈ વ્યક્તિ,સંસ્થા કે કોર્પોરેટ દ્વારા જે કોઈ મૂલ્ય ઉપજશે તે રકમનો કેન્સર પીડિત દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવામાં આવનાર છે.

Subscribe for a Newsletter