Events

Find Past Events

ગણતંત્ર દિવસની ઉજવણી

તા:૨૬.૦૧.૨૦૧૮
સ્થળ: વિદ્યાલય મેદાન

સ્વતંત્ર ભારતનો ૬૯મો ગણતંત્ર દિન વિદ્યાર્થીઓ, સંસ્થાના કર્મચારીઓ, વાલીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ,વિદ્યાવિહારના નિયામક ડો. કિરીટ જોષી તેમજ ટ્રસ્ટી શ્રી એસ.કે.શાહ સાહેબની હાજરીમાં પ્રણાલિકાગત ઉજવાઇ ગયો.

વિદ્યાલયના વિદ્યાર્થી ચિરાગ રામકેવલભાઈ ચૌહાણ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું, તેમજ સંગીતની સૂરાવલિ સાથે કવિ અને પૂર્વ આચાર્ય શ્રી સ્નેહરશ્મિ રચિત ‘ફરક ફરક તું મુક્ત હવામાં જંડા ઉડત  ઊંચે વ્યોમ’ તેમજ  રાષ્ટ્રગીતનું  ગાન થયું હતું. વિદ્યાલયના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીએ પોતાના વક્તવ્યોમાં ગણતંત્ર દિવસને ખરા અર્થમાં સમજવાની અને દેશ હિતને જ સર્વોપરી માની એક સાચા નાગરિક તરીકેની  ફરજો બજાવવા હાકલ કરી હતી. આ પ્રસંગે વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થી શ્રી પિયુષભાઈ દેસાઇએ  (વાઘ બકરી ચહા ગ્રૂપ) ઉપસ્થિત તમામ વિદ્યાથીઓને ગાંધી વિચાર દર્શનની પુસ્તિકાભેટમાં આપી હતી.

Subscribe for a Newsletter