Events

Find Past Events

ગણતંત્રદિનની ઉજવણી

વિદ્યાવિહારમાં ગણતંત્રદિનની ઉજવણી
તા: ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૧

વિદ્યાવિહારમાં રાષ્ટ્રના ૭૨ માં ગણતંત્રદિનની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી.કોરોના મહામારી અંતર્ગત સંસ્થામાં સ્ટાફ અને મર્યાદિત મહેમાનોની હાજરીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને સમગ્ર વાલીગણ, વિદ્યાર્થીઓ તેમજ પૂર્વ વિદ્યાર્થીઓ આ પ્રસંગે લાઈવ જોડાયા હતા.
આ પ્રસંગે સંસ્થાના ગૌરવસમા પૂર્વ વિદ્યાર્થી અને અગ્રણી તબીબ ડો. સંજય મુન્શી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા. સંસ્થા સાથેના પોતાના સંસ્મરણો તાજા કરતાં જણાવ્યુ કે શાળામાથી મેળવેલા જીવન મૂલ્યોનું તેમના જીવનમાં અમુલ્ય પ્રદાન રહ્યું છે.
આ પ્રસંગે ઉપસ્થિત અતિથિ સંસ્થાના ગૌરવ સમા પૂર્વ વિદ્યાર્થી અગ્રણી ઉદ્યોગપતિ શ્રી પિયુષ દેસાઇએ પોતાના વક્તવ્યમાં જણાવ્યુકે આજના વિદ્યાર્થીઓએ જીવન મૂલ્યો જીવનમાં ઉતારવા સાથે એક આદર્શ નાગરિક બની ભવિષ્યમાં દેશ તેમજ સમાજના વિકાસમાં પ્રદાન કરવું જોઈએ.

Subscribe for a Newsletter