Events

Find Past Events

ઇન્દુમતિબેન જન્મ જયંતિ ઉજવણી

ઇન્દુમતિબેન જન્મ જયંતિ ઉજવણી
તા: ૧.૧૨.૨૦૧૮

શિક્ષણ તેમજ સમાજ કલ્યાણ માટે સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કરનાર મહારાષ્ટ્ર અને પછી ગુજરાતનાં શિક્ષણ મંત્રી રહી ચૂકેલ ‘પદ્મશ્રી’ ઇન્દુમતિબેન શેઠની જન્મજયંતિ તા: ૨૮.૧૧.૨૦૧૮ના રોજ હતી. શેઠ સી.એન.વિદ્યાવિહારનું જતન અને સંવર્ધન કરનાર બહેનજીની જન્મ જયંતિની ઉજવણી સમગ્ર વિદ્યાવિહાર પરિવાર દ્વારા સંયુક્ત રીતે તા: ૧.૧૨.૨૦૧૮ના રોજ કરવામાં આવી.
આ પ્રસંગે બાળકો તેમજ સંગીત શિક્ષકોએ બહેનજીને અતિ પ્રિય એવા ભજનો રજૂ કર્યા હતા. ઉપસ્થિત અતિથિ અને સંસ્થાનાજ પૂર્વ વિદ્યાર્થિની ડો. રાજલબેન ઠાકરે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં શાળા સમયના અનેક સંસ્મરણો વિદ્યાર્થીઓ સાથે વહેચ્યા હતા. તેઓએ વિદ્યાથીઓને મોટા થઈ બહેનજીના વિચારો અને કાર્યોને અનુરૂપ ફક્ત પોતાની પ્રગતિ જ નહીં પણ જરૂરતમંદ લોકોને મદદ કરવાની કે અન્ય સામાજિક કાર્ય કરવાની હાકલ કરી હતી. તેઓએ પોતાના સફળ જીવન અને કારકિર્દી નો સમગ્ર શ્રેય સંસ્થા દ્વારા થયેલ ઘડતરનેજ આપ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રી એસ.કે.શાહ સાહેબે બહેનજીના જીવનના ઘણા પ્રસંગો વિષે વાતો કરી હતી કે જેના તેઓ સાક્ષી રહ્યા હતા. સંસ્થાના નિયામક ડો. કિરીટ જોષીએ પણ બહેનજીના ઉદ્દાત વિચારો અને જીવન વિષે માહિતી આપી હતી.
આ પ્રસંગે યોજાયેલ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં પૂર્વ વિદ્યાર્થીઓ, કાર્યકર્તાઓ તેમજ વાલીઓએ રક્તદાન કર્યું હતું તેમજ સ્વદેશીને ઉત્તેજનના હેતુથી યોજેલ ખાદી વેચાણ કાર્યક્રમ અંતર્ગત સંસ્થાનાજ કર્મચારીઓ અને વાલીઓએ ખાદીની ખરીદી કરી હતી.

Subscribe for a Newsletter