ઇન્દુમતિબેનની જન્મ જયંતિની ઉજવણી
ઇન્દુમતિબેનની જન્મ જયંતિની ઉજવણી
તા:૨૮.૧૧.૨૦૧૯
શિક્ષણ,સમાજ કલ્યાણ તેમજ મહિલા ઉત્થાન માટે શિક્ષણ તેમજ સમાજ કલ્યાણ માટે સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કરનાર મહારાષ્ટ્ર અને પછી ગુજરાતનાં શિક્ષણ મંત્રી રહી ચૂકેલ ‘પદ્મશ્રી’ ઇન્દુમતિબેન શેઠની ૧૧૪ મી જન્મ જયંતિ તા: ૨૮.૧૧.૨૦૧૮ના રોજ વિદ્યાવિહાર પરિવાર દ્વારા ઉજવવામાં આવી.
આ પ્રસંગે બાળકો દ્વારા બહેનજીને અતિ પ્રિય એવા ભજનો રજૂ કરાયા હતા. આ સમયે ઉપસ્થિત અતિથિ 1959ની બેચના સંસ્થાનાજ પૂર્વ વિદ્યાથી શ્રી રાજેન્દ્ર શાહ તેમજ રાજેન્દ્રભાઈ પરીખે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં શાળા સમયના અનેક સંસ્મરણો વિદ્યાર્થીઓ સાથે વહેચ્યા હતા.
આ પ્રસંગે યોજાયેલ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં પૂર્વ વિદ્યાર્થીઓ, કાર્યકર્તાઓ તેમજ વાલીઓએ રક્તદાન કર્યું હતું તેમજ સ્વદેશીને ઉત્તેજનના હેતુથી યોજેલ ખાદી વેચાણ કાર્યક્રમ અંતર્ગત સંસ્થાનાજ કર્મચારીઓ અને વાલીઓએ ખાદીની ખરીદી કરી હતી.સંસ્થાના નિયામક ડો. કિરીટ જોષીએ બહેનજીના જીવન ઉપર કેટલીક પ્રેરણાત્મક વાતો કહી હતી.