સુખદેવસિંહ વાઘેલા

Batch 94

વર્ષ ૧૯૯૩માં ચી. ન. વ્યાયામ વિદ્યાભવનમાં મને મળેલા પ્રવેશને હું ઇશ્વરનો અનુગ્રહ ગણું છું, કારણ મને સ્પોર્ટસમાં ખૂબ રસ હતો. મને જે તાલીમ મળી તેને પરીણામે મારું શારીરિક, માનસિક અને ભાવાત્મક દિશામાં ઘડતર થયું. શરૂઆતમાં મને તાલીમ કઠીન લાગી અને અભ્યાસને અલવિદા કહી પિતાના ખેતરમાં મદદરૂપ થવાનો નિર્ણય પણ કર્યો. પરંતુ સદ્‌નસીબે મને એક ટુકડીનો નેતા નિયુકત કરવામાં આવ્યો અને નિર્ણય બદલ્યો.
નેતૃત્વના કૌશલ્યોને પરિણામે ૨૭ વર્ષની યુવાન વયે મારા ગામનાં ૧૯૯૫-૯૬માં સરપંચ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આજે બાલ વિદ્યાલયમાં શારીરિક શિક્ષણના શિક્ષક તરીકે સેવાઓ આપુ છું અને વિદ્યાર્થીઓના મેં મેળવેલા પ્રેમ અને કૌશલ્યોથી ઘડવાનું કામ કરી રહ્યો છું