શ્રી બિમલભાઈ રાવલ

Batch 89

શ્રી બિમલભાઇ રાવલ : નિયામક ચી. ન. કમ્પ્યુટર સેન્ટર
૧૯૮૪માં મેં સી. એન. કૉલેજ ઑફ ફાઇન આર્ટસ્માં પ્રવેશ મેળવ્યો. પ્રથમ દિવસે ચી. ન. વિદ્યાવિહારના વાતાવરણમાં પ્રવેશતા જ મને તેના અદભૂત અને અલૌકિક સ્પર્શનો જે અહેસાસ થયો હતો તે આજે પણ મારા હૃદયમાં સચવાયેલો છે. મારી અંદર રહેલી શક્તિઓ અને કારકીર્દિનો માર્ગ શોધવામાં વિદ્યાવિહારનું વાતાવરણ મને ખૂબ મદદરૂપ થયું છે. અહીં મને શિક્ષકો અને વિદ્યાર્થીમિત્રો મળ્યા જેમની સાથે જીવનપર્યંત મિત્રતા બાંધી શક્યો. વિદ્યાવિહારે મારા જીવનનાં કપરાં સમયમાં વાલી તરીકેની ભૂમિકા ભજવી સહાય કરી. કેમ્પસ ઉપર ફરતા મને એક અલૌકિક શક્તિની અનુભૂતિ થતી અને તેનું દરેક સ્થળ મારામાં સકારાત્મક વિચારો અને ઉર્જા ભરી દેતાં. ઘરથી દૂર મારું એ ઘર હતું. આજે ૨૮ વર્ષો બાદ વિદ્યાવિહાર માટેની મારી લાગણી અભિન્ન રહી છે અને તેને હું મારી માતૃસંસ્થા, ઘર, મિત્ર, ફિલસૂફ અને નાગરિક તરીકે જોઉં છું. એટલું જ નહીં એક વાલીની પણ તે ગરજ સારે છે અને દેવી શક્તિથી મને ભર્યો ભર્યો કરે છે. મને વિદ્યાવિહારના વિદ્યાર્થી હોવાનો ગર્વ છે. છેલ્લા ૧૦ વર્ષથી ચી. ન. કમ્પ્યુટર સેન્ટરના નિયામક તરીકે કામ કરવાની મળેલી તક માટે મારી જાતને સદ્‌ભાગી ગણું છું. વિદ્યાવિહારના આશિર્વાદ તેના દરેક વિદ્યાર્થીને સદાય મળતા રહે.