શ્વેતા ઝ્વેરી

મેં ચી.ન.વિદ્યાવિહારમાં ધોરણ ૫ થી ૧૦ (૧૯૭૬ થી ૧૯૮૧) અભ્યાસ કર્યો. પ્રેમથી ઝીણાદાદા તરીકે ઓળખાતા સ્નેહરશ્મિ અને બીજા શિક્ષકો વિદ્યાવિહારના પ્રેરણાસ્ત્રોત સમા હતા. વિદ્યાવિહાર માં અલગ અલગ ક્ષેત્રની પ્રેરણામૂર્તિ સમાંન વિભૂતિઓને પ્રાર્થના મંદિર માં બોલાવવામાં આવતી કે જેઓને કારણે મારા વિચારો રંગીન બન્યા. વિદ્યાવિહાર દ્વારા સંગીત, નૃત્યકળા, લલિત કળા, સાહિત્ય, ભાષા, વિજ્ઞાન, રમત, ફિલસુફી, ધ્યાન, સાદગી વગેરેને અપાયેલ મહત્વ માટે મને ઘણો આદર છે. મને ખાદી નો ગણવેશ ખુબ પ્રિય હતો.
ચી.ન.વિદ્યાવિહાર દ્વારા ઘડાયેલ આ ૬ વર્ષ જ્યાં હું ભણી, નાચી, અભિનય કર્યો, કલાકૃતિ બનાવી અને જીમનેસ્ટીકસ કરવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ રંગભવન અને પ્રાર્થના મંદિર ના સ્ટેજ પર ૧૦૦૦ થી ૩૦૦૦ શ્રોતાઓ સમક્ષ સંખ્યાબંધ વખત ગાવાની જે તક મળેલ એ સૌથી મહત્વ ની ભેટ હતી. વિદ્યાવિહારે મને ઘણો પ્રેમ, શીખ અને મજબુત મનોબળ આપ્યા છે.