ર્ડા. અજય પ્રફુલ્લ મુન્શી

Batch 1964

પાંચમા ધોરણથી અગીયારમાં ધોરણ સુધીનું મ્હારું ભણતર આપણી સ્કૂલમાં થયું. આગળ જતાં તબીબી શાખામાં ભણવાનું થયું તેનાં મૂળ અહિંથી જ રોપાયા. વિધા આપનારા મારા શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર. નિયમીતતા, શિસ્ત, ભણતર સાથે જ તેનાં પાઠ મળતા રહ્યાં. પ્રાર્થનામંદિરને તો ભૂલી ન જ શકાય. એક વખત નિયમીત શિક્ષક ને બદલે પ.પૂ.મુ.ઝીણાભાઇ અમારા કલાસમાં આવ્યાંને નળાખ્યાનનો પાઠ અમને ભણાવ્યો. બીજુ બધું બધું ભૂલાઇ ગયું છે.પણ તે પાઠ બરાબર યાદ છે. નેતૃત્વનું જે શિક્ષણ મળ્યું તે આગળ જતાં દસ થી પંદર જેટલી સંસ્થાઓના સંચાલનમાં ખૂબ ખૂબ મદદ રૂપ થયું. નેશનલ બોર્ડ ઓફ એકસામીનેશન ડણભ દિલ્હીની સંસ્થામાં ૬ વર્ષ સુધી વાઇસ પ્રેસીડેન્ટ તરીકે પ્રશંસનીય સેવા આપવાનું શ્રેય સી.એન.સંસ્થાને જાય છે. મસાનાં વિષયમાં ષહ.ડ કરવાનું શ્રેય પણ આગળ ભણવાની ધગશ (સી.એન.)ને લીધે જ સ્તો!
અમે નમીએ તને ચિરસાથી, વિધાવિહાર
અજય મુન્શીના વંદન