રૂજુલ શાહ

હું ગૌરવ પૂર્વક કહી શકું કે મારો જન્મ અને ઉછેર બંને સી.એન.વિદ્યાવિહારમાં થયો છે કેમકે મારો શાળાકીય અભ્યાસ અહિયાં થયો અને વ્યવસાયિક કારકિર્દીની શરૂઆત પણ અહીથી જ થઈ. હું સંસ્થા સાથે ૧૯૯૨ થી સંકળાયેલો છુ એ સાબિત થયેલ છે કે માનવજાત નો મહત્તમ વિકાસ તેના શાળાકીય અભ્યાસ દરમિયાન થતો હોય છે માનસિક અને શારીરિક વિકાસ શાળાના વાતાવરણ પર આધારિત હોય છે. શાળાકીય અભ્યાસ દરમ્યાન મને મનપસંદ પ્રવૃત્તિઓ પસંદ કરવાની અને નવીનતમ વિચારો રજુ કરવાની સંપૂર્ણ આઝાદી હતી. હું ખાતરી પૂર્વક કહીશ કે આ બધું આ શાળા ને કારણે જ છે. સંગીત તરફના મારા રસને વ્યવસાય તરીકે અપનાવવામાં હું સફળ રહ્યો છુ.