માધવી શેઠના

મારી ચી.ન.વિધાવિહારની યાદોનું અનુસંધાન વર્ષ ૧૯૬૦થી શરૂ થાય છે. મારા પિતાશ્રી કે.એચ.કાઝી (એડવોકેટ) ગુજરાત રાજયની સ્થાપના થઇ ત્યારે મુંબઇથી અમદાવાદમાં સ્થળાંતરણ કર્યુ. માઉન્ટ કામેલ હાઇસ્કુલમાં જતા પહેલા મેં થોડા વર્ષો ચી.ન.વિધાવિહાર અભ્યાસ કર્યો. મારી સાથે શાળાની સુખદ યાદો છે. શિક્ષકો અમારી પ્રેમાળ સંભાળ લેતા અને સાથે જ સાદુ જીવન, શીસ્ત,પહેરેવેશ અને અભ્યાસ પ્રત્યે એકનિષ્ઠાના પાઠ પઢાવતા. અમારા નિયામક/આચાર્ય સ્નેહરશ્મિ સાહેબ હંમેશા અમારા માટે સુલભ રહેતા અને અમને ધણી રીતે મદદ કરતા. અમને નડતી મુશ્કેલીઓની એમની સાથે ચર્ચા કરતા ડર ન લાગતો.
મેં સ્નાતક કક્ષાનો અભ્યાસ એચ.એલ.કોલેજમાંથી પુરો કર્યો અને પછીથી જયારે આઇઆઇએમ-એમાં જોડાઇ. ઘણી વાર હું મારી શાળાની મુલાકાતે આવતી અને અમે વર્ગના સહધ્યાયીઓ ભેગા થતા. કેટલાંક શિક્ષકોને મળવાનું થતું. જેમા શ્રી આણંદજીવાલાનો સમાવેશ થતો જેઓ અમારા પાયાનું ધડતર કરનાર હતા. હાલ ૧૯૭૫થી હું યુ.એસ.એ.માં છું અને બે માસ્ટર્સ ડીગ્રી અને પી.એચ.ડી.કર્યા પછી યુનિવર્સિટી ઓફ વેસ્ટ જયોજીંયા માં અધ્યાપન કાર્ય કરું છું.
ચી.ન.વિધાવિહારના શતાબ્દી સમારોહને ખુબ સફળતા મળે એવી શુભેરછા પાઠવું છું.